Kookh Gujarati Movie Review – Story – Box office Collection 2017

Gujarati Movie Kookh Review

kookh is latest gujarati movie released yeasterday on the screen of gujarat. the honest review of this movie is written here. if you also planning to watch this movie then must go for it. its our honest review about movie.

બોલિવૂડની ફિલ્મસ સાથે અત્યારે ગુજરાતી ફિલ્મસ પણ ખૂબ સુંદર રીતે પ્રગતિ કરી રહી છે અને બઘા જ ગુજરાતીઓ પણ સારો એવો સાથ આપી રહ્યા છે
ફિલ્મ જોવાની મજા ત્યારે આવે કે જયારે તેમા કંઈક અલગ જ સ્ટોરી હોય , નવા જ પ્રકાર નો કોન્સેપ્ટ હોય

આજે સવારની જ વાત કહું તો હું અને મારા મિત્રો કોલેજમાં હતા ખરેખર તો UNIVERSITY ની EXAM થોડા દિવસ અગાઉ જ સમાપ્ત થઈ હતી તેથી અમે બધા મિત્રો આજે ફિલ્મ જોવા જઈશું એમ નકકી કર્યુ પણ કઈ ફિલ્મ જોવી એ ત્યાં જઈને નકકી કરવાનું હતું…

બધા મિત્રો એમ જ કહે કે દંગલ ફિલ્મ અત્યારે વખણાય રહી છે તો એ જ જોવા જઈએ. . પણ અચાનક મારી નજર ફિલ્મ – કૂખ ના પોસ્ટર પર ગઈ અને આ ફિલ્મ આજે જ રિલીઝ થઈ…એકાએક વિચાર બદલાઈ જતાં અમે સૌ મિત્રો ફિલ્મ કૂખ નો 1st day 1st show જોવાનું પસંદ કર્યું કારણ કે Tittle ખૂબ સુંદર આપેલ છે😊

કૂખ –

શ્રી નિમેષ દેસાઈ દ્વારા બનાવવામાં આવેલ ફિલ્મ કૂખ કે જેના મુખ્ય પાત્રો – કાળુ ( પિતા )
– રુડી ( માતા)
અને
-મીઠી (પુત્રી) છે. .

Kookh-Movie-review

Kookh-Movie-review

કૂખ ફિલ્મમાં દિકરી મીઠી ના ઉજ્વળ ભવિષ્ય માટે તેની માતા સાહસ કરી અનેક પીડાઓ સહન કરી રહી છે

ખરેખર તો માતાનું પાત્ર ભજવવુ એટલે લોઢાના ચણા ચાવવા જેવુ કઠીન કાર્ય.. પણ ફિલ્મમાં આ પાત્ર ને યોગિતા પટેલના અભિનય દ્વારા પૂરેપૂરો ન્યાય આપવામાં આવેલો છે. . તેવી જ રીતે કાળુ ની ભૂમિકા ભજવનાર નરેશ પટેલે તેમના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે

દિકરી રુડી ના પાત્રમાં ખૂબ જ નાની વયની છોકરી જેનું નામ રુતુ વાણી છે. . આમિર ખાન ની TARE ZAMEEN PAR ફિલ્મમાં ISHAAN નુ પાત્ર ભજવનાર છોકરાનો અભિનય મને ગમી ગયો હતો ત્યાર બાદ આજે સવારે કૂખ ફિલ્મમાં રુતુ વાણી નો અભિનય ખૂબ જ સારો લાગ્યો… રુતુ વાણી એ આટલી નાની ઉંમરમાં dialogues સાથે અભિનય ને પણ એટલું જ મહત્વ આપવામાં કોઈ કસર બાકી નથી રાખી આમ રુડી નુ પાત્ર એ ફિલ્મની જાન છે😊

કૂખ ફિલ્મ આમ તો બધા એ જોવા જેવી ફિલ્મ છે પણ ખાસ કરીને દરેક સ્ત્રીઓએ અને દરેક માતાઓએ તેમજ તેમના સંતાનો એ નિહાળવી જોઈએ. .. કારણકે. .. કૂખ ફિલ્મમાં માતૃપેમ , દિકરી ની ચિંતા અને માતા એ સહન કરેલી પીડા ઓ દેખાય છે. …

કૂખ ફિલ્મમાં વિદેશી કલાકારો નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને તેઓએ પોતાના પાત્ર ને બખૂબી ભજવ્યો છે

ફિલ્મમાં મને સૌથી વઘુ કંઇક ગમતું હોય તો તે છે
Direction … ગુજરાતી ફિલ્મ માં આટલુ અદભૂત direction પહેલી વાર નિહાળ્યું. .

Kukh Gujarati Film Review And Story

kookh film review story box office collection

kookh film review story box office collection

ફિલ્મના ગીતો proper time પર નિહાળવા ની ખૂબ જ મજા પડી

ફિલ્મ નુ ગીત ડોલર નુ વિમાન જે એશ્વર્યા મજમુદાર દ્વારા ગાવા મા આવેલુ છે જેને ગાયિકા અને બાળકો દ્વારા પૂરતો ન્યાય આપવામાં આવ્યો છે

Cinematography અને lyrics ખૂબ જ સુંદર છે

Interval પહેલા કાળુની ગુજરાતી ભાષા ની સાથે તેને આવડતી કાચીપાકી અંગ્રેજી ભાષા એ પેટ પકડીને હસાવે છે.

Kookh Movie Review Box office Collection

FILM મા Interval પહેલા COMEDY અને interval પછી TRAGEDY😊

કૂખ ફિલ્મ બનાવવામાં ખૂબજ મહેનત કરી હશે તે ફિલ્મ જોયા બાદ અનુભવી શકાય છે પૂરેપૂરા રાજસ્થાનના દર્શન ફિલ્મમાં જોવા મળ્યા છે

સંગીતકાર અને ગાયક કલાકારની મહેનત થી ગીતોની એટલી સુંદર રચના થઈ છે કે વારંવાર ગીતો સાંભળવાની ઈચ્છા થાય છે 🎧🎤

ફિલ્મ કૂખની બનાવટમાં producer – રામભાઈ પટેલે આ ફિલ્મ પાછળ પૈસાખર્ચી મા કયાંય પાછીપાની કરી નથી ફિલ્મ આટલી બધી સારી બનવા પાછળનુ આજ મુખ્ય કારણ છે

ફિલ્મ કૂખ એ એટલી બધી heart touching ફિલ્મ છે કે હસતાં હસતાં કયારે આંખો માં આંસુ આવશે તે પણ ખબર નહી પડે.
.કારણ. .કે

જો કોઈ ફિલ્મ અમારા જેવા collage students ની આંખો ને ભીંજવી જાય તો પછી તે ફિલ્મ જોવા તમારે તો જવું જ જોઈએ. ..

એટલું જ કહેવા માંગીશ કે ફિલ્મના director – નિમેષ દેસાઈ અને કૂખ ની ટીમ દ્વારા કંઈક અલગ પ્રકારની અદભૂત ફિલ્મ કૂખ નિહાળવા જરૂરથી જજો…..

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *